કસાયેલું શરીર બનાવું એટલો મને તેજસ્વી બનાવ
રસ્તા પર ચાલુ તો અંધકાર ઊભી પૂછડીએ ભાગે
તેવો તેજસ્વી મને તુ બનાવ
માથુ મારુ તો પથ્થર તુટે તેવો તેજસ્વી તુ મને બનાવ
ધોમ ધખતા તાપ મા પણ પ્રકાશી શકુ તેવો તેજસ્વી
તુ મને બનાવ
કોઇથી ડરુ નહી કયારેય રુકુ નહિ સદા ચાલતો રહુ
તેવો તેજસ્વી તુ મને બનાવ
આંખો મા ભયંકર નિડરતા શરીરમાં કાયમ તાજગી
રહે તેવો તેજસ્વી તુ મને બનાવ
તેજસ્વી બનાવા તારી પાસે માગવું પણ ન પડે
હું જ મારા બળ થી તેજસ્વી બનું તેવો તેજસ્વી તુ
મને બનાવ