પડાવ
ચેતતો રહુ છું ખ઼ુદા દરેક બનાવમાં,
વિસ્મિત થાઉં છું સદા દરેક પડાવમાં.
નાનકડો બાળ છું ને નાનકડી નાંવ છે,
દરિયાને ચીરવાનાં જોમ તું ડગાવમાં !
ધરતી ઉપર નીચે આકાશી છાંવમાં,
સદા ખુશ રહુ છું હું ઉતાર-ચઢાવમાં.
ક્ષિતિજને આંબવાની નેમ છે આધારમાં,
દેડકો નથી કે રહુ ખાબોચિયા-તળાવમાં.
બંદગી નાં થાય તો જિંદગી શું કામમાં,
ફેરો ફોગટ ફરિ, આતમ ને લજાવમાં.
@ મેહૂલ ઓઝા