Gujarati Quote in Blog by Hiral Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોસ્તી છોડી, ને સગપણમાં પડ્યાં. ,
વન ત્યજી દીધું અને રણમાં પડ્યાં.

ના ઉગામ્યો એક પણ પથ્થર અમે,
એ જ ફળ લીધાં , જે આંગણમાં પડ્યાં.

એમણે શું આંખ મીંચી બે ઘડી,
આપણે આવીને પાંપણમાં પડ્યાં.

બિંબ જેણે વ્હેણમાં જોયું ન'તું,
એ બિચારા છે...ક દર્પણમાં પડ્યાં.

આ વખત પણ લટ ન સુલઝી એમની,
આ વખત પણ એ પળોજણમાં પડ્યાં.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

Gujarati Blog by Hiral Shah : 111405786
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now