હાથ હેઠા મુકવામાં કાળજુ કંપી ગયું,
બંધ બાજી ખોલવામાં કાળજુ કંપી ગયું.
ફૂંક તો મારી ઘણી પણ વાંસળી વાગી નહી,
સાવ ખાલી થઇ જવામાં કાળજુ કંપી ગયું.
પાનખરમાં બીજ રોપ્યું ને ઋતુ પણ ફેરવી ,
પાંદડા ખંખેરવામાં કાળજુ કંપી ગયું.
જીત તો મારી હતી પણ દાવ મે સોંપી દીધો ,
જાત આખી હારવામાં કાળજુ કંપી ગયું.
આ ક્યુ વળગણ હતું ? સગપણ હતું કે શું હતું ?
સાર એનો પામવામાં કાળજુ કંપી ગયું.
#સાર