@@ તો પણ પ્રાયશ્ચિત મારા ભાગે જ! @@
હવે આ રોજેરોજના પ્રાયશ્ચિતથી,
હું તો આજે બહુ જ થાકી ગઈ છું .
તો પણ પ્રાયશ્ચિત મારા ભાગે જ!
છુટ્ટી જવું છે મારે આ જિંદગીથી.
મારી ક્યાં કોઈ દિવસ તને હા હતી?
તો પણ પ્રાયશ્ચિત મારા ભાગે જ!
મે મજબૂરી નામ પણ ક્યાં આપેલું?
ને મે કહેલું તે કદી ક્યાં કંઈ માનેલું?
તો પણ પ્રાયશ્ચિત મારા ભાગે જ!
મારી પર તો બહુ જવાબદારી હતી .
તારી જિંદગી સાથે તારી રમત હતી.
તો પણ પ્રાયશ્ચિત મારા ભાગે જ!
આટલા વર્ષો ગયા,હું રહી ત્યાંજ,
નીકળી નથી શકતી હુ હજી બહાર.
તો પણ પ્રાયશ્ચિત મારા ભાગે જ!
વગર ગુના ની સજા ભોગવી મેતો,
બસ તારા ને તારાજ તો કારણે ,
તો પણ પ્રાયશ્ચિત મારા ભાગે જ!
કેમ એવું લાગે છે મને હજી કે,
"નિશાસા" છે હજુ મારી સાથે.
તો પણ પ્રાયશ્ચિત મારા ભાગે જ!
હવે જીવવું છે મારે મારા જ માટે.
#krupu