એક કવિતા- લોકડાઉન સમયે..
જે માસ્ક પહેરીને શ્વાસ લે છે, અને
પોતાના ઉચ્છવાસ બીજા પર ફેંકતો નથી-
મને એ માણસ ગમે છે
જાણ્યા અજાણ્યા માણસથી જે
છ ફૂટનું અંતર રાખે છે અને તેને
આમ જ દૂર રહેવા પ્રેરે છે-
મને એ માણસ ગમે છે
જે વારંવાર હાથ ધુવે છે,
સેનિટાઇઝ રહે છે, પોતે
અંદરથી ડરી ગયો છે, પણ
બીજાને હિમ્મત આપે છે-
મને એ માણસ ગમે છે
લોકડાઉનના નિયમોનું જે
પાલન કરે છે અને કરાવે છે-
મને એ માણસ ગમે છે
જે કોરોના સંક્રમિત વ્યક્તિની
સુશ્રુષામાં ખડે પગે ઊભો રહે છે,
પોતાના જીવની પરવા કર્યા વિના-
મને એ માણસ ગમે છે
- પ્રવીણ શાહ