Gujarati Quote in Blog by Kamlesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# કર્મની કબૂલાત...(confession)

# અનોખીપ્રિત...
આ શબ્દ મારી અંતરઆત્મામાં ભળી ગયો છે. એ અનોખીપ્રિત આપણા મહાદેવ પ્રત્યેની હોય કે પછી મારા શમણાની પરી પ્રત્યેની હોય...
મારા વસુધૈવ કુટુંબકમ્‌ના ભાવે સૃષ્ટીના સમસ્ત જીવ પ્રત્યેની હોય કે પછી અચાનક ઉતરી આવતા એકાંત પ્રત્યેની હોય.
હા,આ બધાં માંથી, બધું ભૂલી જઇને એકાંતયોગમાં સરી પડવું મને ખુબ ગમે છે. કારણ કે બધાથી પરે જતાં મહાદેવના સાનિધ્યમાં હોવાનો એહસાસ થાય છે. એમનો સાક્ષાત્કાર થાય છે.
ખરેખર તો મને અનોખીપ્રિત સીવાય બીજું કંઇ લખતાં જ નથી આવડતું,અને મેં આખી ૧૩ ભાગની વાર્તા લખી નાખી!!!???
અવિશ્વસનીય છે ને આ???
હા, વિશ્વાસ યોગ્ય છે જ નહીં....
મેં આજ સુધી જે કંઇ પણ લખ્યું છે,એ મારું જરા જેટલું જ્ઞાન,કે જે મને સૃષ્ટીમાંથી જાણવા મળ્યું છે એ. મારી અનુભૂતિઓ. અને મારા એહસાસ... બસ....
એનાથી ઉપર જઇ કંઇ વિચારીને લખવું એ મારા માટે છે જ નહીં કદાચ. કારણ કે અત્યાર સુધીનો હું મારો જીવનકાળ લખવા બેસું તો એય એક લેખકની કલ્પના સાથે બરોબર બંધ બેસી જાય. અને મને લખતાં આવડતું પણ નથી,"લેખકો તો કલ્પના સાગરમાં ડૂબકીઓ મારી કેવા કેવા મોતી ગોતી આવે છે"...(આ લાઇન પણ મારી નથી.. હા હા).. આપણાથી આવું બધું ના બને...
હા,એક કામ મને બખુબી આવડે,એ છે શબ્દજાળ પાથરીને એમાં બધાંને ઘૂમરીએ ચઢાવવા. જુઓ અત્યારે પણ આપ સૌ ચકરાવે ચઢી ગયા ને? વિચારો છો ને,કે આ હવે શું બક-બક કરી રહ્યા છે? હા હા...
ક્ષમા કરશો... મુદ્દા પર આવું છું.
પંદરેક દિવસ પહેંલા એક સાઉથનું ચલચિત્ર જોયું,"કત્લ કા રાઝ". આ ચલચિત્ર ખુબ બધી આંટીઘૂટી સાથે પૂર્ણ થાય છે. એ મને ખુબ ગમ્યું. તો થયું કે,"લાવ ને આ ચલચિત્રને શબ્દોમાં ઉતારીયે,ખબર તો પડે કે,મારા શબ્દો ચલચિત્ર જેટલી રોમાંચકતા જાળવીને વાંચકવર્ગને બાંધીને રાખી શકે છે?" અને એના નાનકડા પ્રયાસ રુપે શરુ થઇ આપણી "અનોખીપ્રિત" ના શીર્ષક સાથેની ૧૩ ભાગની વાર્તા. જે આપ સૌ એ વાંચી,આપ સૌને ગમી,મારા લખાણના ખુબ વખાણ કર્યા અને આપના બહુમૂલ્ય અભિપ્રાયો આપ્યા.
હવે વાત એ કે," આ બધાનો હક્કદાર હું કે મારું લખાણ તો છે જ નહીં. હા મારી નકલ વખાણી શકાય,પરંતું એય ત્યારે કે જ્યારે આપ સૌ એ ચલચિત્ર પહેલી વાર જુઓ,અને આપને એવો એહસાસ થાય કે,'આ તો હું ફરીવાર જોઉં છું'... ત્યારે...
તો આપ સૌ ને એક દરખાસ્ત કરું છું કે નીચે એ ચલચિત્રનું જોડાણ (લિંક ) આપેલું છે. એ ચલચિત્ર જુઓ (આપના સમય મુજબ) અને ત્યાર બાદ મારી આ નકલને "૧૦" માંથી કેટલા ગુણ મળવા જોઇયે એ કહો...
આપના બહુમૂલ્ય અભિપ્રાયની પ્રતિક્ષામાં...

જય ભોળાનાથ...
હર હર... મહાદેવ.... હર....

https://youtu.be/uzMhL8bSUR8

Gujarati Blog by Kamlesh : 111405439
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now