Gujarati Quote in Poem by Pravin Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક કવિતા.. #કોરોના
હું આવ્યો છું પૃથ્વીનું રક્ષણ કરવા,
નહીં કે તમારું- માનવોનું ભક્ષણ કરવા
તમે પૃથ્વી, પૃથ્વીનું વાતાવરણ,
જળ, વાયુ, જમીન બધું બગાડ્યું છે
અમારા આવવાથી, ના છૂટકે
તમે લોકડાઉનમાં છો, તેથી
વાહનો અટકી પડ્યા છે,
જળ, જમીન, વાયુ, આકાશ પળે પળે
શુદ્ધ થઈ રહ્યા છે, પશુ, પક્ષી
મુક્તપણે હરી ફરી શકે છે.
ભયાનક પૂર, પ્રચંડ આગ ને વાવાઝોડાં
વિનાશક ચક્રવાતો, હિમ પ્રપાત, ધરતીકંપ
જળચર પ્રાણીઓનું મરવું,
વિશાળ હિમ શિલાઓનું પિગળવું,
અતિ વૃષ્ટિ, અનાવૃષ્ટિ
આ બધા સામે તમે આંખ આડા કાન કર્યા
તમે તમારી રીતે જીવવાનું પસંદ કર્યું
હું તમને ત્રસ્ત નહીં - જાગૃત કરવા આવ્યો છું
તમે જ તમારા મોતનું કારણ ના બનો
અમે તમને જાત સાથે મળવાની
તક આપી છે - થોડું ચિંતન કરો
એક એવી જીવનરીતિ અપનાવો, જે
સમગ્ર સૃષ્ટિને પ્રદુષણથી બચાવે
હાલ પૂરતા ઘરમાં જ રહો,
સલામત રહો- ટૂંક સમયમાં
સૌ સારાવાના થશે.
- પ્રવીણ શાહ

Gujarati Poem by Pravin Shah : 111405382
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now