*ચિરાગ*
🪔🕯️🕯️🕯️🪔
એઈ,
અહીં આવ જરા ,
એક વાત કહું કાનમાં...!
ના લયમાં, ના તાલમાં ,ના સુરમાં
કે ના રાગમાં...!
હું તો શોધું અંધારાને,
લઈ ચિરાગને
જ હાથમાં....!
ઢળતી સાંજ ને
નિખરતું અંધારૂ,
ચિરાગ પ્રગટીને
કહે તમે કહો
તો અજવાળા
લઈને સાક્ષાત પધારૂ....!
ખુશહાલ જીંદગીનો
અદ્રશ્ય પર્યાય અજવાળું,
ચિરાગ રાગ ગાયા વગર કહેતો કે ઘસાઈને હું સૌને ઉજાળું....!
દિકરો કુળનો ચિરાગ,
તો દિકરી બેકુળના
ચિરાગની વણદીઠી રોશની...!
ઉજાળતી બબ્બે કુળને *બેનામ*
રહી , ચિરંતન દિપીકા કે ચિરાગી બની....!
ઈચ્છા મારી ય
હતી કે
તમારા કર્મોની ઉધારીનો હિસ્સો
હું ય બનું...!
તમસ સમ તમારા જીવતરના કિસ્સામાં જરાક અમથી અજવાસનો ચિરાગ હું ય બનુ...!
🕯️🪔🕯️🪔🕯️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*