ગઝલ
હમણાં જ સ્નાનાઘરથી આવી છું,
આવી શકો અંદર, તમારી છું.
છીછીછ...ઓયે આમ તો જુઓ,
શરમાવ છો કાં?હું તમારી છું.
કોની જુવો છો રાહ!ઓ વ્હાલમ!
ઢાળો હવે મોચો તમારી છું.
બીજા વિચારો કદી નહિ આવે,
હું આપના મનની સવારી છું.
દરબાર ભરશો તો ય શું વાંધો?
તમ જિંદગીની હું પ્રભારી છું.
ખાખાખિખી અવશ્ય કરજો પણ,
એ ભૂલશો ના કે હું નારી છું.
ચાલો પ્રીતમ એક ખેલ માંડીએ!
થાઓ તમે તાળું , હું ચાવી છું.
બસ એક ઘૂંટમાં પી જજો સાજન,
આ રૂપ તમ કાજે જ લાવી છું.
સૌન્દર્ય સંસાધન નહીં ફાવે,
સાદી સરળ છું,બસ આવી છું.
કવિ