કે હરિ મારી સાથે બોલે નંઇ,
હું મૂંઝાઉ મારી ભુલ થઈ છે કંઇ...
હરિના મૌનની પીડા કેવી કોઈ અમને પૂછે..,
હરિ લે મોઢું ફેરવી તો કોણ આંસુડાં લુંછે,
આ અબોલા જશે મારો જીવ લઇ..
કે હરિ મારી સાથે બોલે નંઇ...
હરિની વાણી, હરિ ગીતો, હરિ બોલની હેવાઇ,
હવે મૂકોને રીસ, અળગી રહેવા નથી ટેવાઇ..
જશે મારા પ્રાણ, બોલશો શું તંઇ?
કે હરિ મારી સાથે બોલે નંઇ...
'સ્પર્શ'
Archana kakadiya