પ્રેમમાં ચાંદ તારા લાવનારા કમ નથી હોતાં;
આકાશને ધરતી પર ઝૂકવનારા કમ નથી હોતાં.
પ્રેમનો પથ છે કાંટાળો;
કાંટાળા પથ પર ચાલનારા ઘાયલ કમ નથી હોતાં.
પ્રેમના દરિયાને કિનારા નથી હોતા;
પ્રેમમાં પડવાવાળા મરજીવા નથી હોતા.
આંખોથી થાય પ્રેમની વાતો;
આંખોના ઈશારા સમજનારા કમ નથી હોતા.
ગુલાબમાં કાંટા પણ હોય છે;
ભગ્ન હૃદયે જીવનારા કમ નથી હોતાં.
બે હૃદય જો એક થઈ જાય નિમિકા;
તો પ્રેમનો સાર સમજનારા કમ નથી હોતાં.
પ્રેમમાં બધા અમૃત માગે છે;
પ્રેમમાં ઝેર પીનારા શિવ કમ નથી હોતાં.
નિમિકા
#સાર