#સાર
===============================
જીવનનો સાર સમજશો તો સમજાઈ જશે. પ્રાણી માત્ર નું જીવન પ્રાણ ના આધારે છે, અને પ્રાણ સુર્ય ને આધારે
છે. આ બ્રહ્માંડ ના અધિષ્ઠાતા દેવ સુર્યનારાયણ ભગવાન
આદિત્ય એટલે વિષ્ણુ ભગવાન છે. એમની જવાબ દારી
વિશ્વ નું ભરણપોષણ કરવા ની છે.
પ્રાકૃતિક વ્યવસ્થા માં તત્વો અને ગુણો ની ગતિ. પ્રાણ તત્વ ના કારણે છે. તમારા શરીરમાં પ્રાણ ના હોય તો શરીર નું તાપમાન શૂન્ય બની જાય, એટલે કે શરીર ઠંડું પડી જાય તેને મૃત્યુ કહેવાય, દેહ ને પ્રાણ છોડી ચાલ્યા જાય છે
આમ શરીરનો સાર પ્રાણ છે.
આ શરીર માં પ્રાણ ચલાયમાન રાખવા નું ઈંધણ પંચતત્વો છે એમાં જળ અને ભૂમિ માનવ શરીર માટે અન્ન આપે છે
અન્ન થી જ શરીર ટકે છે. માટે અન્ન ને બ્રહ્મ કહ્યું છે. ભૂમિ
તત્વ સ્થિરતા આપે છે, ગણપતિ એના દેવ છે. પંચ ભૂતાત્મક તત્વો ના દેવ આ સૃષ્ટિ નું ચાલક બળ છે, અને
માનવ નો દેહ કર્મ કરવા સ્વતંત્ર છે. એ ઈશ્વર ની કરુણા કૃપા છે, કે માનવ માંથી મહાત્મા બંને અથવા દુરાત્મા બની
પૃથ્વી નો નાશ કરે.
શરીરમાં કર્મ કર્તાભાવ થી થાય તો , ભોક્તા ભાવ વડે,
તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે, નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્તિ કેળવી નિર્લિપ્તતા થી કર્મ કરે તો
કર્મ બંધનોથી મુક્તિનો અનુભવ કરાવે છે. આ ગીતા ના
જ્ઞાન નો સાર છે.
સારાંશ........ એટલો જ કે હે માનવ ઈશ્વર ની આ પ્રકૃતિમાં તને સર્વ શ્રેષ્ઠ બનાવ્યો છે, મન અને બુદ્ધિ આપી છે , એટલું જ નહીં, સ્થૂળ શરીર માં સૂક્ષ્મ અને કારણ શરીર આપ્યા છે , જેથી તું કલ્યાણકારી આનંદમય જીવન જીવી જાણે. આનંદ મય અનુભૂતિ દ્વારા જીવન માં સમૃદ્ધિ. પામી સ્વની અનુભૂતિ કરે.અને ઈચ્છા તૃષ્ણા રાગ દ્વેષ આદિ દુર્ગુણો થી મુક્તિ મેળવી, પ્રેમ સ્વરૂપ બની જીવન નો સાર પામે..
ૐ આનંદ ૐ.....ૐ શાંતિ ૐ....