Gujarati Quote in Blog by RajniKant H.Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"#સાર #"
બંગલા બનાવ્યા,
ફાર્મ હાઉસ ખડક્યા,
ફ્લેટ મા રોક્યા ,
અત્યારે ચાર દિવાલ વચ્ચે પૂરાયો છું,
સાયકલ થી શરુઆત કરી,
મોપેડ લીધું ,
બાઈક લીધું,
ગાડીઓ ખરીદી,
અત્યારે રૂમે રૂમ પગપાળા સફર પાર પાડું છું,
મે કહ્યું " હું ",
કુદરત હસીને બોલી,
કોણ છે ભાઈ તું..?
રાજ્યો જોયા,
દેશ જોયો,
વિદેશ ફર્યો,
અત્યારે ડ્રોઈંગ રૂમ થી
કિચેનની સફર ખેડુ છું..!
દેશ-વિદેશ ની સંસ્કૃતિઓ વાંચી,
અત્યારે પરિવાર ને વાચું છું..!
મે કહ્યું " હું ",
કુદરત હસીને બોલી,
કોણ છે ભાઈ તું..?
બર્થડે,
સગાઇ,
લગ્નમાં ધુમાડાબંધ જમાડ્યા,
અત્યારે શાકભાજી મા કરકસર કરું છું,
ગાય,
કુતરા માટે જે વધારાની રોટલી બનતી,
એટલું જ જમું છું ,
મે કહ્યું " હું ",
કુદરત હસીને બોલી,
કોણ છે ભાઈ તુ..?
સૂટ,
શેરવાની,
બ્લેઝર બધું કબાટમાં છે ,
અત્યારે ઝભ્ભા લેંઘામાં
ટેસથી ટહેલું છું !
સોના,
ચાંદી,
હીરા,
મોતીના સેટ બધું લોકર મા છે...
મે કહ્યું " હું ",
કુદરત હસીને બોલી,
કોણ છે ભાઈ તુ..?
ઈંગ્લીશ,
ફ્રેન્ચ,
રશિયન,
જર્મન શીખ્યો
અત્યારે સમાચારો ગુજરાતીમાં વાંચું છું..!
મે કહ્યું " હું ",
કુદરત હસીને બોલી,
કોણ છે ભાઈ તુ..?
નોકરી ધંધા માટે પ્રવાસો તો અઢળક કર્યા,
અત્યારે એના ફાયદા ગેરફાયદા વિષે વિચારું છું..!
ધંધો વિકસાવ્યો,
વહાણ ભરીને સગાવહાલાં છે,
સંબંઘો વધાર્યા ,
મીત્રો બનાવ્યા,
અત્યારે પાડોશી સાથે સબંધ સૌથી સારા લાગે છે..!
ભણતર મા નિયમો તો હજારો શીખ્યો,
અત્યારે કોઠાસૂઝ કામે લગાડું છું!
જિંદગીભરની રઝડપાટ અને દુન્યવી ઘોંઘાટ પછી, હાથમાં માળાના મણકા ફેરવતા પહેલીવાર આત્માનો અવાજ સંભળાયો. હવે બહુ થયું, જાગ મુસાફિર ઘરે પાછા ફરવા ની તૈયારી કર.
મે કહ્યું " હું "
કુદરત હસીને બોલી,
કોણ છે ભાઈ તુ..?
કોણ છે ભાઈ તુ..?
હે કુદરત !
તારો જ અંશ છું !
હવામાં ઉડતો હતો ,
આવી ગયો છું જમીન પર !
માફ કર આ માનવજાત ને,
આપી દે એક મોકો જીવતર સુધારવાનો !
માનવ બની ને જીવવાનો..!સાર
સંસ્કૃતી સાથે જીવવાનો..!સાર
પરિવાર સાથે જીવવાનો..!સાર

Gujarati Blog by RajniKant H.Joshi : 111404953
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now