સમજણ વિનાની શુ કામની આ જિંદગી
ખ઼ુદા પણ ના સાંભળે કપટી ની બંદગી
લાગણી વિના સમજાય નઈ કોઈની નારાજગી
કરુણતા વિના કોઈ ના દુઃખમાં પણ દેખાય તાજગી
હૃદય માં ન હોય હાય તો બેસણામાં પણ જોવે વાનગી
હોય નઈ હક્ક જરાય પોતાનો તોય બધું સમજે ખાનગી
શરૂઆતમાં સમજુ ને જાજા દુઃખ આપે આ જિંદગી
અંતે તો અણસમજુય અટવાય ફળે નઈ ખોટાની બંદગી
jigna.r.rabari