માણસ કેટલો અજીબ હોય છે. કોઈ ને કોઈ વાત તેને હેમેશા સતાવતી તી જ હોય છે. એક સમસ્યા માં થી બહાર આવે તો તેની સામે બીજી સમસ્યા તેની વાટ જોય ને ઊભી જ હોય છે. જેમ પોતાના ઘર નાં લોકો ઍક બીજા ની વાટ જોય ને ઘર નાં દરવાજે ઊભા હોય તેવી જ રીતે સમસ્યા પણ વાટ જોય ને ઊભી હોય છે. ક્યારે માણસ મારી પાસે આવે અને હું એમની પાસે જાવ,
કયારેક તો માણસ સામે થી સમસ્યા પાસે જાય છે. સમસ્યા ને માણસ વિના ચાલતું નથી તેવું કહી શકાય છે. અને જે માનસ સમસ્યા થી દુર ભાગવાની કોશિશ કરે તો તેને તો સમસ્યા ખૂબ જ પ્રેમ કરતી હોય છે😀😀😀
જે વ્યક્તિ સમસ્યા સાથે દોસ્તી કરી લે તેનાં માટે તો જીંદગી આસાન થઈ જાય છે. પણ જે દુર ભાગે એની જ પાછળ વધારે જાય છે.પણ જો કોઈ પણ પ્રકારની સમસ્યા જ નો હોઈ કોઈ નાં જીવન માં તો શું જીવન જીવવા ની મજા આવે????
એક સમસ્યા અને માણસ એને દુર કરવામાં લાગી જાય છે. એમાં કાંઈક ભુલ થાય અને તે નવો અનુભવ લે છે અને તે આવી જ રીતે આગળ વધે છે.