તારી યાદમાં હું થઈ પાગલ,
તારી યાદમાં દિલ થયું ઘાયલ,
તું આવીશ ત્યારે મન ભરીને નિરખીશ તુજને,
મારી આંખોથી જ પીશ તુજને,
તારામાં એવી તો ખોવાઇશ કે કોઇ મને શોધી નહિ શકે,
તારાથી કોઈ મને અલગ નહિ કરી શકે,
બસ એક જ આશ કે તું આવ જલ્દી,
મારી આ તડપને બુઝાવ જલ્દી,
આવ તું ઘોડા પર સવાર થઈને,
લઈ જા તારી સાથે મુજને મારા પર ખુવાર થઈને...