ના હાથમાં ફોન છે
ના ઘરમાં ટીવી
ના કંઇ કામ છે
આ કેવી અજીબ ઘડી છે
જયાં ખામોશ ભરી રાહ છે
દિવસ લાબો છે ને
સમય ધીમી ગતિએ ચાલે છે
શું કરવું આ ખાલી સમયમાં
તે જ સમજની બહાર છે
ભર્યા હતા જે ડબ્બા ઘરમાં
તે હવે ખાલી પડયા છે
એક સમયનું ખાવા મળે
તો પણ પેટને શાંતિ ભાસે છે
નથી પૈસા પડયા ઘરમાં
નથી બેંકના ખાતા
કાળમા પણ ના હોય તેવી
પરિસ્થિતિ નજરે તરે છે
ના બહાર જવાઈ છે
ના કોઈને મળાઈ છે
મનની પરિસ્થિતિ
કોઈને પણ કયા કહેવાય છે
જયારે બધાની હાલત
એક જેવી થઇ છે
ઘરમાં બેસી
વિચારો ડહોળાઈ છે
શું કરવું, શું ના કરવું
તે જ કયાં સમજાય છે
હારી, થાકી જિંદગી
ઘરમાં જ રૂંધાઈ છે
સમયની આ કેવી
પરિસ્થિતિ છે
જે ગરીબીમાં પિસાઈ છે
Nicky Tarsariya