Gujarati Quote in Thought by sameer sarvaiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓળખ

સવાલોના વૃંદાવનમાં તમારું સ્વાગત..

એક વાત:

ગુજરાતના એક મહાનગરની પ્રખ્યાત એન્જિનિયરિંગ કોલેજમાં નવા એકેડેમિક વર્ષની શરૂઆત હતી. લગભગ દરેક વર્ગમાં આજે 'brief introduction' નામનો એક સરખો અભ્યાસક્રમ ચાલવાનો હતો.

બરાબર દસ ના ટકોરે પ્રોફેસર સોમાણી ફર્સ્ટ યર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના ક્લાસ રૂમમાં પ્રવેશ્યા. એકદમ ટૂંકમાં પોતાની ઓળખાણ આપીને તેઓએ ગ્રીન બોર્ડ પર આ ત્રણ વાક્ય લખ્યા.

My name is _________.

I am from _________.

My rank is ________.

"Please introduce yourself to the class" કહીને સોમાણી સાહેબે ડાબી તરફ પહેલી બેન્ચ પર ખૂણામાં બેઠેલા વિદ્યાર્થી તરફ હાથ લંબાવીને ઈશારો કર્યો.

લગભગ દસેક વિદ્યાર્થીઓના ઇન્ટ્રોડક્શન પછી સાહેબે બોર્ડ પર ચોથો વાક્ય ઉમેર્યું.

My hobbies are ________

વિદ્યાર્થીઓ તરફથી પણ ત્રણ લાઈન ની ઓળખાણ હવે ચાર વાક્યની થઈ ગઈ હતી.

પ્રોફેસરે આ સિલસિલો ચાલુ રાખ્યો. દરેક વખતે 10 વિદ્યાર્થીઓ પછી તેઓ એક નવું વાક્ય ઉમેરતા હતા.

અંતે અંતિમ વિદ્યાર્થી નું ઇન્ટ્રોડક્શન દસ વાક્યનું હતું. લેક્ચર પૂરો થયો અને વિદ્યાર્થીઓ સર ના આ પ્રયોગને સમજવામાં સદંતર નિષ્ફળ રહ્યા.

થોડા ઊંડાણમાં:

એક રીતે આજે આપણી હાલત આ ક્લાસ રૂમ જેવી જ છે.

ચાલો થોડી સરખામણી કરીએ...

૧. પ્રોફેસર સોમાણી = સ્માર્ટ ફોન

૨. બોર્ડ પર લખેલા વાક્ય = facebook ની પોસ્ટ, instagram ની સ્ટોરી, whatsapp ના મેસેજ, netflix web series, youtube ના વિડીયો.

૩. વિદ્યાર્થીઓ= થોડા ઘણા ને બાદ કરતા સમગ્ર માનવ સમાજ

૪. લેક્ચર ટાઈમ= life span.


નામ ને બાદ કરતા હવે આપણી ઓળખાણ સીમિત નથી.

આજે આપણે whatsapp ના સ્ટેટસ માં મુકાયેલું સુવાક્ય છીએ તો આવતીકાલે આપણે સક્સેસફૂલ બિઝનેસમેનના જીવન ચરિત્ર પર લખાયેલી પુસ્તકનું એક પાનું.

વિરોધાભાસ:

Youtube મારા ચોથા ધોરણના ક્લાસ જેવું છે કેટલાક વિદ્યાર્થીઓ (channels) ઘણા સારા છે પણ કેટલાક દૂષણ પણ છે. હું તેમનાથી અલગ તો નથી બેસી શકતો પણ સારા વિદ્યાર્થીઓ અને મિત્ર બનાવવા મારા હાથમાં છે.

Gujarati Thought by sameer sarvaiya : 111404285
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now