હવે પોલિયો ની જેમ પુછવાની પણ રસી મળી ગય છે. રસી નુ નામ "મૉબાઇલ વિથ ગૂગલ" રસી મળી ગયા પછી તો માણસ પુછવાની વસ્તુ સુ છે એજ ભૂલતો જાય છે.
એક જમાનો હતો જ્યા માણસો પૂછી ને સરળ પડતા રસ્તે આગળ વધતા ને હવે મેપ દ્વારા બતાવતા રસ્તે ચાલ્યો જાય છે પછી ભલે ને સામે દેખાતી વસ્તુ ફરિ ફરિ ને લેવા જાવિ પડે. જેવી રીતે પ્લાસ્ટર ના મકાન આવતા ચકલી ઓ લુપ્ત થતી જાય છે, જંતુનાશક દવા ઓ નુ પ્રમાણ વધતા ગીધ તેમજ જંગલી પ્રાણી ઓ લુપ્ત થતા જાય છે. તેવી જ રીતે મોબાઇલ અને ગૂગલ આવતા માણસ માણસ વચે પુછવામાં તેમજ સંબંધ જાળવવા નુ મૂલ્ય પણ ઓછું થતું જોવા મળે છે.
#પુછવું