પુછવું છે શુ પ્રેમ તમે પણ કર્યો છે?.....
પૂનમ નો ચંદ્ર આજે અમાસ ને વર્યો છે,
લાગે જાણે ઝાકળ માં મેઘરાજ સર્યો છે,
સૂર્ય ની લાલિમા એ પ્રેમ રંગ વિખેર્યો છે,
પુછવું છે શુ પ્રેમ તમે પણ કર્યો છે?.....
લાગે જાણે સંધ્યાએ સુરજને છેતર્યો છે,
આભ ના તારાઓએ શશી ને નજર્યો છે,
કારણ કે શશી માં મોરપીંછ રંગ ઉતર્યો છે,
પુછવું છે શુ પ્રેમ તમે પણ કર્યો છે?.....
પ્રેમ રંગ આજ આખી સૃષ્ટિમાં નિખર્યો છે,
શાંત પાણી સમ આતમે પ્રેમ ભાવ ઉભર્યો છે,
જાણે શાંત સૃષ્ટિમાં ઝંઝાવાત ફર્યો છે,
પુછવું છે શુ પ્રેમ તમે પણ કર્યો છે?.....
પ્રતીક્ષા ની ક્ષણો ને પાર કરી ઝર્યો છે,
પ્રેમ ઊર્મિ થી આજ આતમ ઠર્યો છે,
આતમે આજે પ્રેમ શૃંગાર ધર્યો છે,
પુછવું છે શુ પ્રેમ તમે પણ કર્યો છે?.....
બેરંગ આ દુનિયામાં પ્રેમ રંગ ભર્યો છે,
આત્માના સાગર ને એણે પ્રેમ થી હર્યો છે,
પ્રેમ થી તો હવે અમે પ્રેમ સાગર તર્યો છે,
પુછવું છે શુ પ્રેમ તમે પણ કર્યો છે?.....
Dilwali Kudi
#પુછવું