આંખો લૂછીને એણે કંકોત્રી ફાડીને એક હાથ ભર્યો નિ:સાસો નાખ્યો, એવી બાઈને પૂછવું શું?
પોતાનું નામ શોધવા સાત વાર ફેરવી ફેરવીને કંકોત્રી વાંચી, એવી બાઈને પૂછવું શું?
નાગડા છોકરાના લેટા લૂછીને એણે બાર બાર ઈંટો માથે કરી, એવી બાઈને પૂછવું શું?
સંધ્યાના કાળમાં દારૂડિયા પતિ ને ફાટેલા પોલકા માંથી પોટલી ના પૈસા આપ્યા, એવી બાઈને પૂછવું શું?
#પુછવું