તારે પૂછવું હોય તો પૂછી લેજે મારી જાતને,
પારખવી હોય તો પારખી લેજે મારી વાતને !!!
તારે પૂછવું હોય તો પૂછી લેજે મારી આંખોને,
વિરહમાં આમ તડપે છે કેટલી તને મળવા માટે ?
એ રસ્તે પણ જુએ છે તારી રાહ, જે રસ્તે તું નથી હોતી,
તારી યાદમાં એ બસ તસવીર તારી હરદમ નિરખતી રહેતી !!
તારે પૂછવું હોય તો પૂછી લેજે મારા હ્રદયાને,
આટલો પ્રેમ શીદને ભર્યો છે એની અંદર ?
એક એક ધબકારમાં નામ બસ તારું સંભળાય છે,
બધું જ છે છતાં એમાં ખાલી જગ્યા તારી વર્તાય છે !!
તારે પૂછવું હોય તો પૂછી લેજે મારા શ્વાસને,
દરેક શ્વાસે તું કેમ યાદ આવી જાય છે ?
ખબર નથી, આદત પડી કેમ મને તારી?
શ્વાસ સાથે ભેળવી જિંદગી બની તું મારી,
તારે પૂછવું હોય તો પૂછી લેજે મારી જાતને,
પારખવી હોય તો પારખી લેજે મારી વાતને !!!
#કેપ્ટન @શ્યામ
#પુછવું ,