જેનાં નખરાં જોવા પ્રક્રૃતિ આ અવિરત ભમે છે
એ પરી પૂછે છે કે એની કઈ અદા મને ગમે છે !!
લજ્જા જડિત એ મુખડું, જોઈ પ્રીતમને ઝૂકે
અને ત્યારે મુજ હૈયે તપતો સૂરજડો'ય શમે છે
નકાબ તો ધરીને જ્યાં બેઠી છે એ એકલતાનું
ચકમકતી આંખે ત્યાં નિર્દોષ બાળા એક રમે છે
શિલ્પી નું શિલ્પ છે 'ને છે એ રંગ ચિત્રકાર નો
કવિની કલ્પના થઈ ક્યાંક ગઝલરૂપ જન્મે છે
જાણે છે ખૂબ, જાણી અજાણ્યા કરવાની કળા
પ્રેમી મુજ હૈયે મીઠડા ' ઘા દઈ એ હસે છે..