#પુછવું
સમીર અને એની વહુ ગામમાં ઊડતી મુલાકાતે આવેલા. ગામડા ની બધી ખેતીવાડી જમનાબા એકલા સંભાળતા. આ વર્ષે ગામમાં અતિવૃષ્ટિ ના કારણે પાકમાં ઘણું નુકશાન થયેલ આથી જમનાબા એ પોતાની બધી જ બચત વાપરીને દેવું ભરપાઈ કરેલ. દર વર્ષે વગર મહેનતે પાકમાં થયેલ નફાનો ભાગ લઈને જતા દીકરા વહુએ આ વખતે જમનાબા ને પૂછવાની તસ્દી પણ ન લીધી કે બા, આ વખતે તારે કંઈ પૈસાની જરૂર તો નથી ને ?