Gujarati Quote in Poem by Hardiksinh Chavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા તો તને થયો પ્રેમ છે...

રાત્રે સુતા પહેલા “GOOD NIGHT” પછી પણ મેસેજ આવશે એની રાહ ,
અને સવારે ઉઠતાંવેંત એના “GOOD MORNING” ના મેસેજની આશ રાખતો થઈ ગયો છે ને,
તો સમજી જા દોસ્ત તને થઈ ગયો એ પ્રેમ છે.

એના “WHATSAPP” ની “DP” અને “LAST SEEN” ઉપર આજકાલ “PHD” કરતો થઈ ગયો છે ને,
તો સમજી જા દોસ્ત તને થયો એ પ્રેમ છે.

એની પસંદ નાપસંદ ને જાણ્યા પછી પોતે પણ એ પ્રમાણે જીવવાનું ચાલુ કરી દીધું છે ને, તો સમજી જા દોસ્ત તને થઈ ગયો પ્રેમ છે.

એના ચોરીછુપીથી પાડેલા SCREENSHOT અને HIDE કરેલા એના ફોટા જોઈને એકલામાં બેસીને તું જે આજકાલ ખુશ થયા કરે છે ને, દોસ્ત તો તને થઈ ગયો પ્રેમ છે.

પોતાની વાતો એની સામે મુકતા ગભરાય છે અને એને ખોવાથી ડરે છે એટલે બઉ વિચારી વિચારી ને આજકાલ વાત કરે છે ને, તો સમજી જા દોસ્ત તને થયો એ પ્રેમ છે.

પોતાની ફેમિલી , પોતાના અઝીઝ દોસ્ત અને તારા કામને છોડીને જો તું આજકાલ માત્ર એના માટે “AVAILABLE” રહે છે ને, તો સમજી જા દોસ્ત તને થયો પ્રેમ છે.

આ-RESPECT” , “LIFE RULES” , અને તારા “EGO” ને “SIDE” ઉપર મૂકીને જે તું ફક્ત એ ખુશ રહે એમ વિચારતો થઈ ગયો છે ને, તો દોસ્ત સમજી લેજે તને થઈ ગયો પ્રેમ છે.

પોતાની લાગણીઓ ઉપર કાબુ રાખીને પણ મનોમન એ મારી છે એમ વિચારવા માંડ્યો છે ને, દોસ્ત તો સમજી જા તને થયો પ્રેમ છે.

Gujarati Poem by Hardiksinh Chavda : 111403726
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now