Gujarati Quote in Thought by બિંદી પંચાલ

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પુછવું

એક સ્ત્રી ! શું છે દુનિયા માટે
મારે પૂછવું છે.

એક સ્ત્રી! વાત હસીને કરી લે તો શું એના ચારિત્ર પર સવાલ થવો જોઈએ ?
મારે પૂછવું છે.

એક સ્ત્રી! દિવસ દરમિયાન બધાની ફરમાઈશોનું ધ્યાન રાખે, ને જો બોલી જાય કે થાકી ગઈ એ બોલવું ગુનો છે?
મારે પૂછવું છે.

એક સ્ત્રી! કયારેક નિસ્વાર્થ બનીને મદદ કરી દે તો એનો લાભ ઉઠાવવો એ વ્યાજબી છે?
મારે પૂછવું છે.

એક સ્ત્રી! દિવસ દરમિયાન કામ કરતી રહે, ને પોતાના મનોરંજન માટે હેડફોન કાને ભેરવી ગીતો સાંભળે, તો એને બીજા જોડે વાતો કરતી જ માનવું. શું એ સારું છે?
મારે પુછવું છે.

એક સ્ત્રી! દિવસ પરીવાર, પતિ ને સંતાન ને આપી દે છે રાત્રે મોબાઈલમાં ઓનલાઈન દેખાય તો શું એમ માનવું કે લેટનાઈટ ચેટ જ કરતી હશે?
મારે પૂછવું છે.

એક સ્ત્રી! સપનાને જીવવા કયારેક પોતાની વાતને બહાર લાવે, તો તેનો વાંધો પરીવારથી સમાજ દરેક ઉઠાવે, શું એ જરૂરી છે?
મારે પૂછવું છે.

એક સ્ત્રી છું સ્ત્રીની વ્યથા સમજુ છું. આરામ બધા ફરમાવે છે સ્ત્રીઓ ઘરમાં રહીને પરિસ્થિતિથી લડે છે. તેની મદદ થોડી કરવી શું જરૂરી નથી ?
બસ આતો ખાલી મારે પૂછવું જ હતું.

બિંદીયા

Gujarati Thought by બિંદી પંચાલ : 111403674
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now