ઘરની બહાર જવું હોય તો શ્રીમતીજી ને પુછવું પડે.
શાકભાજી કે કરિયાણું માટે શ્રીમતીજી ને પુછવું પડે.
લોક ડાઉન ચાલે છે બહાર જવા કંઇક કામ શોધું છું,
કોને શું શું વસ્તુ જોઈએ એ બધું બધાને પુછવું પડે.
કોરોના વાઇરસ એ ઘણું બધું શીખવી દીધું આજ,
આડોશ પડોશ માં કોઈ પોઝેટીવ નથી ને પુછવું પડે.
આખી દુનિયા પરેશાન કોરોના વાયરસ થી અનિલ, ઉપાય ,મદદ અને દવા માટે તો ભારત ને પુછવું પડે.
#પુછવું