#કલા
કાલે જે બોલતી કાલી,
સમજુ થઈ સાસરે હાલી,
લાગી એને હાથ માં લાલી ,
બેટી બવ બાપ ને વાલી,
ઢીંગલા લઇ ને દોડતી તી જે આજ ઉભી અણધોળ,
લાજુ રાખવા માત પિતા ની "કલા" ગઈ તરછોળ,
કાલે જે બોલતી કાલી,
સમજુ થઈ સાસરે હાલી,
લાગી એને હાથ માં લાલી,
બેટી બવ બાપ ને વાલી,
હસતી ને હસાવતી તારી એ વાતો ગોળમટોળ,
જીવ જેડી મને બવ તું વલી, હાલી ગઈ ઘરછોળ,
કાલે જ બોલતી કાલી,
સમજુ થઈ સાસરે હાલી,
લાગી એને હાથ માં લાલી,
બેટી બવ બાપ ને વાલી.
-કાનો