#કલા
ખુદ છો કલાકાર નું સર્જન, કહો કેમ મારામાં કલા નથી!
એતો થશે અન્યાય સર્જકને,કૃતિ કહે મારામાં કલા નથી!
ઢંઢોળો જો આત્મને મળશેજ,સર્જન તણુ અંકુર એજ કલા
કલ્પના નુ મંથન કરી સહજ પણે, નીપજે સાકાર એજ કલા
મળી જે ખાસિયત મુજની બની પારંગત નિપજાવુ રત્નો,
હિરેન આ ક્ષણ ભંગુર સંસારમાં,ચીર સંગી ની બનીએજ કલા.
ખુદ છો કલાકાર નું સર્જન, કહો કેમ મારામાં કલા નથી!
એતો થશે અન્યાય સર્જકને,કૃતિ કહે મારામાં કલા નથી!