*મારો પ્રથમ પ્રેમ*
*મારી જાત*
❤️💕💞❣️💓
જયારથી જન્મી
થઈ,ત્યારથી જ હું મારી જાતના પ્રેમમાં પડી...!
એટલેકે જન્મતાની
સાથે જ મારા ૭૨ એ ૭૨ ધબકારા મારે નામ કરી દીધા...!
એટલે મારો સૌ પ્રથમ પ્રેમ મારી
જાત સાથે થયો કે'વાય....!
હું મારી જાતના ચકચુર પ્રેમમાં...!
મારી લાગણીઓ,
માગણીઓ, બધા
અહેસાસ સૌ પ્રથમ મારા માટે...!
ક્યારેક આડોડાઈ , અચંઈ ને જીદ પણ
કરૂ પોતા માટે...!
ખોટો ખોટો અહમ્ પણ સંતોષુ જાત માટે....!
શક્ય એટલું બધું જ કરૂ જાત માટે....!
હું મારી જાતની જ કાયલ...!
હું મારી જાતની જ ઘાયલ..!
હું મારી જાતની પ્રથમ મિત્ર...!
હું મારી જાતને જ કરૂ આલિંગન....!
હું મારી જાતને અરીસામાં જોઈને ક્યારેક કરૂ ય ચુંબન...!
સારપ માટે સ્વને આપુ શાબાશી...!
ખોટું થાય તો નાખું ધમકાવી...!
મારી કમજોરી
મારો ભુલકણો સ્વભાવ...!
મારા આવા સ્વભાવના અભાવને હું જ નિભાવ...!
મારી જાત સાથે મારે ખુબ એકત્વ...!
એ જે કહે એમ હું કરૂ,ને જેમ હું કહું એમ એ કરે...!
એકમેકના પાક્કા ભાઈબંધ...!
ક્યારેક અશક્ય લાગતી વાત હોય તો એકમેકને સમજાવી પણ લઈએ...!
એકમેકના ગુણ અવગુણ નિભાવી પણ લઈએ....!
*હું મારી જાતની ખુબ ફેવરીટ*...!
*સ્વ ને ખુબ ચાહું...!*
સ્વની વાત સૌપ્રથમ માનુ...!
જાત માટે અપાર સ્નેહ.....!
નિજાનંદ મારી પહેલી પસંદગી...!
ગમતુ બધું જ કરૂ...!
મન થાય તો *ગમતાનો ગુલાલ* પણ કરૂ...!
જાતને પ્રેમ કરતા એક વાત ચોક્કસ શીખી....
પોતાને સાચ્ચો પ્રેમ કરશો ને તો તમને ક્યારેય એકલતા નહી ખલે...!
આધુનિકતામાં ટકી રહેવાનું એક જ સુત્ર...
*પોતાની જાતને ચાહો...!*
સમગ્ર જાતને ચાહવા માટે સ્વ માટેનો પ્રેમ એ જ
પહેલું
પગથિયું છે ....!!
❣️💕💞❣️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*