*કોણ જોઈ શકે?*
❓❗⁉️❗❓
ભવિષ્યની ભુતાવળમાં સૌ અટવાય,
*ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે...!*
ભવિષ્યકથન સચોટ
કોણ જોઈ શકે?
મુર્તિમાં ઈશ્વર છે,એ વાત સહુ જાણે, પણ સમગ્ર
મંદિરના પત્થરમાં જ ઈશ્વર રોપ્યાં છે એ
કોણ જોઈ શકે?
*ફરે એ ચરે ને બાંધ્યો ભુખે મરે.*!એવાત સૌ જાણે.
પણ આ પ્રૃથ્વી એની બાંધેલ ધરી પર જ જરાય ખસ્યા વગર ફર્યા કરે...!એ
કોણ જોઈ શકે?
આપણી હથેળીમાં જેમ પાણીનું ટીપુ દેખાય,એમ
*ઈશ્વરનાં હાથમાં બ્રહ્માંડ* ....!
એ કોણ જોઈ શકે?
સ્વાદના ચટાકા ને વાનગી જોઈને
જીભે રસ ઝરતા...!
પણ કારેલામાં કડવાટ ને શેરડીમાં
મિઠાશ ...!એ
કોણ જોઈ શકે?
જન્મના મહીના મુજબ કોણે કયો રત્ન પહેરવો જોઈએ એ જ્યોતિષીને દેખાડે...! પણ
ભવિષ્યના ગર્ભમાં કયું રત્ન ધરબાયુ...! એ કોણ જોઈ શકે ...!
હસતો ને બોલકો ચહેરો જોઈને સૌ હરખાય...!
પણ ખામોશી એ ઉદાસીની સાવકી બહેન...!એ
કોણ જોઈ શકે?
અમને કોઈ પુછશો નહી,કેમ છો? ખાલી ખાલી
કહીએ કે
બધુ બરાબર છે...!
પણ મારા
મનની અગોચર વિટંબણાઓને
કોણ જોઈ શકે?
❓❗⁉️❗❓
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*