પ્રેમ કરવાની કળા તો કનૈયાની જ જોઈએ
ખુદ રડીને બીજાને હસાવવાની એની કળા
ખુદ ન લડીને અર્જુનને જીતાડવાની એની કળા
રણ છોડીને ભાગી જવાની પણ એની કળા
પ્રેમમાં રુક્મણીને જીતવાની અને રાધાને હૈયામાં સમાવવાની એની કળા
અહાહાહા,,, શું કૃષ્ણની કલાની વાત કરવી???
અપરંપાર કરીને લીલા
જગ પર રહ્યા જીવીત શ્યામ
બત્રીસે કળાના એ સ્વામી
જ્યાં જુઓ ત્યાં એના છે ધામ
તેજલ
#કલા