#કલા
==================================
માનવ જન્મ જાત કલાકાર છે.ઈશ્વરે એને મન બુધ્ધિ ઈન્દ્રિયો નો ઉપયોગ કરવાની કલા શીખવી છે.પ્રાકૃતિક
નિયમો એને આત્મસાત છે
દયા કરુણા પરોપકારી સ્વભાવ ઉદારતા, દાન ,ત્યાગ
સહિષ્ણુતા બધા જ સદગુણો ને સદવિચાર ઈશ્વર ની
કૃપા ને આશીર્વાદ જન્મતાં જ સાથે છે..
પરંતુ. પોતાની ઈચ્છા , તૃષ્ણા ના કારણે દેહધારી જીવોનો
ભોક્તા ભાવ વધી ગયો છે.. સ્વાભાવિક જીવન છુટી ગયું
છે, પરિણામે ....
દેહ અધ્યાસ માં હું તું હુંસાતુંસી મારામારી, અને વર્ગભેદ
જાતિભેદ, ધાર્મિક ભેદ , અને ભેદ ની મર્યાદા માં ફક્ત
પોતાના જ સ્વાર્થ માટે આતંક મચાવ્યો છે..
માનવ માનવતાવાદી આધ્યાત્મિક મૂલ્યો ભૂલી ને, ભૌતિક
હરિફાઈ માં વિશ્વ નો નાશ કરવા ઉદધૃત થયો છે. હવે
એ સમય ને વાર નથી , ત્રીજા વિશ્વયુદ્ધ ની તૈયારી કરવા
લાગી ગયો છે માણસ..
પરંતુ ઈશ્વરે મન એક અદભુત સંચો આપ્યો છે. એને ક્યાં
કેવી રીતે વાપરવું જોઈએ એ ભૂલી ગયો છે. બુધ્ધિ ઈન્દ્રિયો કાબુમાં નથી. ઋતંભરા પ્રજ્ઞા ભૂલી ગયો છે. તેથી
વિશ્વ કલ્યાણ ની ભાવના વસુદેવ કુટુબ ની ભાવના ખતમ થઈ છે..આ એક કલા છે.
પ્રકૃતિ વિરુદ્ધ ના કાર્યો સરળતાથી કરી રહ્યો છે.ધરતી ના
પેટ ને ચીરતો ગયો છે જે ખનીજો થી ધરતી નું સંતુલન છે
તેને વેચી રહ્યો છે ,અને વિનાશ નોતરી રહ્યો છે
જળસંપત્તિ નો દુર ઉપયોગ, અને આકાશ માં કચરા ના ઢગલા ખડકી રહ્યો છે. અને પોતાને આધુનિક શોધ ખોળ
કરી મહાન છું એમ સાબિત કરી રહ્યો છે.
પરંતુ આખરે. તો પાંચ ફૂટ જગ્યા માં પુર્ણ વિરામ એ ઈશ્વર ની પ્રાકૃતિક કલા છે