કલાકાર ની
કલા ને પારખવા
પણ એક કલાકાર ની
આંખ જોઈએ.
આજ તો દરેક કલા
ના એક સર હોય છે!
જેના અનેક ટ્યુશન
ક્લાસ હોય છે!
આજે દરેક કલા વેચાય છે!
પણ તે ઉંચા ભાવે કેમ
વેચવી તે સાચી કલાકારી છે!
રૂપિયાના જોર
પર ખરીદાય છે
કલા અને કલાકાર!
દરેક કલા એક ઉપાસના છે,
જે જીવન પર્યત ચાલે છે,
સાચી કલા અને
કલાકાર શું નાબૂદ
થઈ ગયા છે અનિલ?
#કલા