પર્ણોએ છોડ્યો વૃક્ષોનો સાથ;
પાનખરના ગર્ભમાં છે વસંતનો સળવળાટ.
ખીલી કળીઓ,લીલી કૂંપળો;
ફેલાયો હવામાં પુષ્પોનો મઘમઘાટ.
લચ્યો ગુલમહોર,કેસરી રંગતણો;
ડાળીએ ડાળીએ ફૂલોનો પમરાટ.
ફૂલે ફૂલે ગુંજે ભ્રમરગાન;
લેતો મધનો આસ્વાદ.
કોયલ ટહુકે,ટહુક્યા કાબર ને બુલબુલ;
વૃક્ષે વૃક્ષે પક્ષીઓનો વસવાટ.
ધરતીએ ઓઢ્યું લીલું પાનેતર;
ઈશ્વર છે વાસંતી કલાનો સર્જનહાર.
ઉદાસીનું આવરણ છોડી;
ઈશ્વર ભરે જીવનમાં ઉમંગનો તરવરાટ.
નિમિકા.
#કલા