Gujarati Quote in Thought by Manisha Bhute

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પોષાક પડછાયે પસ્તાયો

બે્ઈનની રચના ઘણી જટિલ છે.૧૦૦ અબજ નર્વ્ઝ જયારે કોમયુનિકેટ કરતી હોય તયારે શું થાય? ઘરમાંથી બહાર પગ મુકતાં જ એ બે દિશામાં ફંટાય,અને વસ્ત્રો ની ખરીદી માં તો ખાસ,કારણ શરુઆત ગાંધીબાપુ નાં ચરખાથી થાયઅને અંત ફે્ંચ શિફોનથી આવે અને વચમાં કંઈ કેટલાયે વસ્ત્રોની ઉથલપાથલ.કપડાની ખરીદીમાં અનુભવાતી લાગણી અનુક્મેઆ રીતે હોય.શરુઆતમાં એંગ્ઝાયટી પછી ઈનડીસીઝીવનેસ તયારબાદ ઘણા સમય પછી સેટીસફેકશન અને દુકાનમાંથી બહાર નીકળી ઘરે આવીએ વોડ્રરોબ પાસે ઉભા રહી વળી પાછું એક નવું ખરીદ્યાનો અફસોસ.છેવટે સરવાળે તો સમય અને પૈસાની બરબાદી,અને જો કમનસીબે કોઇ અન્ય સ્ત્રીનો પણ અવો જ પોષાક જોવા મળે તો ખલ્લાસ! ગઈ ભેંસ પાનીમેં.ત્યારબાદ કેપિટાલીઝમ અને કોમ્યુનિઝમનું નવું ચેપ્ટર શરુ થાય.એક સોશિયાલિસ્ટ ની જેમ થોડી ઘણી સ્પષ્ટતા આપવી અને ઠરાવ પસાર કરવો કે હવે એક પણ નવો પોષાક ઘરમાં નહિં આવે,પણ મન માંકડું ખૂણામાં બેઠું પોકાર કરે,ગઇકાલનાં નેશનલ ગવર્નન્સ પ્લાનનું નામ બદલી ડિજિટલ ઇન્ડિયા કરી દેશું.
આ બધી જ કવાયત પૂરી થાય અને ઢળતી સાંજે ટહેલતા ટહેલતા જ્યારે મારા પડછાયાનાં પરિધાનમાં રંગો ,ડિઝાઇન નહિં પણ અંધારપટ દેખાય ત્યારે લાગે આ તો ફક્ત હું જ.મારા વસ્ત્રોને મારાપણાં સાથે કંઇ જ સંબંધ નથી.છેવટે આ સર્વ વિચારોને મારા પડછાયાને સમર્પિત કરી હું આગળ વધું.

-મનીષા

Gujarati Thought by Manisha Bhute : 111402140
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now