Gujarati Quote in Blog by Mahesh Vegad

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે જો મારા પ્રેમના
સરવાળા સમજયા હોત ...
તો જીવનમાંથી મારી
બાદબાકી કરી ના હોત ...
શૂન્ય સમજી મારી
ઉપેક્ષા તમે કરતા રહ્યાં ...
કાશ તમે પણ શૂન્ય નું
મૂલ્ય સમજયા હોત ...
મિલન નો ભાગાકાર તમે
જુદાઈ થી કરી નાંખ્યો ...
વધે છે યાદ શેષ રૂપે
કાશ એ તમે સમજયા હોત ...
રોજ બમણી વધતી હતી
મારી લાગણીઓની વેલ ...
કાશ તમે પણ લાગણીઓના
ગુણાકાર સમજયા હોત ...
જીંદગીના અઘરા દાખલા
તમે પળમાં ઊકેલ્યા હોત ...
મારા પ્રેમનું ગણિત જો તમે
દિલથી સમજયા હોત ....
#શૂન્ય

Gujarati Blog by Mahesh Vegad : 111402074
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now