શૂન્ય છું હું તો સાવ અટુલું,
મને શૂન્ય જ રહેવા દે,
થઈ જા તું કોઈ અંક લાખેણો,
મને તો બસ શૂન્ય જ રહેવા દે,
વહી જઈશ નયનથી જો હું
તો નીતરી હાલીશ તું યે પછી,
થઈ જા તું આંખનું કાજલ ઘેરું,
મને એ ખારું અશ્રુ જ રહેવા દે,
શું થયું જો સુગંધ નથી અમારી
પમરાટ તારો પણ ક્યાં રહેશે સદા,
થઈ જા તું હાર ફૂલોનો મઘમઘતા,
મને તો બસ કંકુ-ચોખા જ રહેવા દે..
#શૂન્ય