આ તે કેવી મહામારી કે પુરાય રહે માનવરુપી પક્ષી,
આતે એવી મહામારી કે ન મળાય કોઇનેય રૂબરૂથી.
આ તે કેવી કઠણાઈ કે વગર દુકાળે સાસા ભોગવવા,
આ તે એવી કઠણાઈ કે વગર કમાયે બસ વાપરવા.
આ તે કેવી કટોકટી કે છીંક, ઉધરસ પણ ડરાવતા,
આ તે એવી કટોકટી કે ડરી ડરીને જીવવાનુ ન છોડવુ.
આ તે કેવી દુખયારી કે બસ ભુખ હંમેશા પીછો કરતી,
આ તે એવી દુખયારી કે પકવાનોની યાદ આવ્યા કરતી.
આ તે કેવી અડાકડી કે પરિવારને એકસાથે રહેવાની તક,
આ તે એવી અડાકડી કે વર્તનને બારીકાઈથી જોવાની તક.
આ તે કેવી સ્થિતિ કે વર્ષોથી જામેલી ધુળ પર થાય સ્પર્શ,
આ તે એવી સ્થિતિ કે અનેક થોથા ઉથલવાનો આપે સમય.
આ તે કેવી દશા કે તમામનુ વિરોધી પાસુ જોર કરી ચાલતુ,
આ તે એવી દશા કે બસ થતુ તમામ એ બસ સહ્યે જવુ.