Gujarati Quote in Motivational by Ajay Rabadiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલો એક વાત કરીયે,
શૂન્ય થી જ શરૂઆત કરીએ .

શૂન્ય એટલે એવુ મૂલ્ય કે જે સાથે હોય ને તો મૂલ્ય દસ ગણુ કરી આપે. અને જો ભૂલ થી પણ ક્રોસ વેરિફિકેશન કરવા જઇયે તો કોય પ્રકાર નુ મૂલ્ય ના રહેવા દે. અવુ એક મૂલ્ય અટલે શૂન્ય.


જીવનમાં પણ અવુ જ ક્યક થતું રહે છે. ઘણી વખત બનતું હોય છે. કોય ઉદ્યોગપતિ ની નીચે કામ કરતા કર્મચારી ઓ નુ મૂલ્ય ઉદ્યોગપતિ ઘણી વખત ધારણા મા જ નથી લેતા હોતા (એટલે કે શૂન્ય જ ગણતા હોય છે) અવુ ઘણી વખત બનતું હોય છે. પણ ખરેખર તો ઉદ્યોગ ની અવાક ની પાછળ લાગતા શૂન્ય આ કર્મચારી ઓ ને લીધે હોય છે. પણ જ્યારે આ જ લોકો એમની સામે બળવો પોકારી દે ને તો સાહેબ આ કંપની અને કંપની ના મલિક બધા શૂન્ય થય જાય છે. આથી જ કોય માણસ ને શૂન્ય થી આકવાની ભૂલ કદી પણ ના કરવી જોઇયે.

પૃથ્વી પર અવતરણ કરતા હરેક મનુષ્યો ને કુદરતે કોય મૂલ્ય વિના ફોગટ તો નહિ જ મોકલ્યા હોય. આવી જ રીતે આપણા સમાજ તથા દેશ ના તમામ મનુષ્યો ને સરખા જ ગણિયે (જાત ભાત ના ભેદ ભાવ વિના ).અને કોય ને નીચા દેખાડવા ની ભૂલ ના કરિયે.

#શૂન્ય

Gujarati Motivational by Ajay Rabadiya : 111401682
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now