હું શૂન્ય છું
પણ એક થી નવ
અંક મને પૂજે છે!
મારું મૂલ્ય મારા કરતા
બીજા બહુ જાણે છે!
લોક ડાઉન જેવી
પરિસ્થિતિ માં,
શૂન્યાવકાશ છવાય છે
મનોમસ્તક પર ત્યારે
એક થી નવ બોલી
ઊંડા શ્વાસ લઈ છોડી દો!
સમય છે શૂન્યમાંથી સર્જન નો.
જે વિચાર , વાત અને વંટોળ
જન્મે દિલોદિમાગમાં
તેની પ્રસૂતિ કરાવો પેન
થી કાગળ પર!
શૂન્ય હોવું કોઈ ગુનો નથી,
એક સાથી શોધીલો તો
દસ થઈ ને, જિંદગી
જબરજસ્ત થઈ જાય!
શૂન્ય છું પણ અનેરો છું
જે મળે મને તેની
કિંમત અનેક ગણી
વધારું છું!
અનિલ ભટ્ટ
#શૂન્ય