*હોવું જોઈએ*
👑👑👑👑👑
આમ હોવું જોઈએ,
તેમ હોવું જોઈએ...!
છોડો આ ધારાધોરણો,
જે હોય એમાં ચલાવતાં આવડવું
જોઈએ....!
ઘરમાં એક મંદિર તો હોવું જ જોઈએ,
ભલે પછી શરીરરૂપી
મંદીરમાં નર્યો મ્લેચ્છ
હોય ભર્યો,
*મન ચંગા તો કથરોટ મેં ગંગા*
છોડો આ નાહકનાં વેદીયાવેંડા,
તનમાં ને મનમાં જ મંદીર હોવું જોઈએ....!
ઉત્તરમાં પ્રવેશદ્વાર ને
ઈશાનમાં રસોડું,
ઘરમાં આવનાર મહેમાનને ભલેને તરછોડું...!
છોડો,આ બેવડા
અભિગમો...!
બસ, આવનાર સૌને હાશકારો થાય એવું
ઘર હોવું જોઈએ...!
સવારની ચા તો આટલા વાગ્યે જ જોઈએ,ને
જમવાનું તો આટલા વાગ્યે જ જોઈએ,
ઉઠવા બેસવામાં પણ મિલિટ્રી
શાશન...!
*માણસ છો મશીન નહી...!*
છોડો બધી મગજમારી...!
ટેન્સન ફ્રી જીવવા માટે પરસ્પરનું ખેંચાણ
હોવું જોઈએ....!
ક્યાં ,કેમ, કોને,
ક્યારે, કેવી રીતે,
શું કામ...?
પ્રશ્નોની કાયમ ઝડી વરસાવો...!
હું કહુ એમ જ થવુ જોઈએ એવો રાખો દુરાગ્રહ...!
પરિપક્વ બાળકોના
છો વાલી કે પછી
છો સવાલી...?!
વાતેવાતે ટોકો નહીં.
છોડો બધી દાદાગીરી ને માલિકીભાવ....!
ઘરમાં વડીલની હાજરી કઠે નહી એવું વાતાવરણ હોવું
જોઈએ...!
આ નઈં ખાઉં,
તે નઈં ખાઉં....!
ખાવાથી આમ થશે ને તે ખાવાથી તેમ...!
ખાવા પીવાનું પણ તોલી તોલીને...!
સારૂ જીવવા માટે ખાય છે કે ખાવા માટે જીવે છે એજ ના સમજાય...!
છોડો બધી મગજમારી જીવો ત્યાં સુધી સ્થિર ને સારૂ આરોગ્ય હોવું જોઈએ....!
નામમાં શું રાખ્યું છે...?
એ યક્ષ પ્રશ્ન...!
પણ નામ સાંભળીને વહાલાં કે દુશ્મન પણ કહે..'હા' એને કોણ ના ઓળખે...?!
બેજોડ,બેનમુન ને અવ્વલ...!
બસ,
નામ એવું હોવું જોઈએ...!
👑🥳👑🥳👑
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*