હતો શૂન્ય જેવો હું તને મળ્યા પહેલાં,
એક પછી એક આંકડા ઘૂંટયા છે તે મારામાં !
આજે જે કંઈ પણ છું બસ તારા જ કારણે,
મારી ખુદની ઓળખ પણ ક્યાં હતી મારામાં ?
સ્વાર્થના જ સૌ સગા મળ્યા છે જીવનભર,
નિઃસ્વાર્થ ભાવે તે એક એક રંગ ભર્યો છે મારામાં !
સઘળું લૂંટાવી દઉં તારા માટે તો પણ ક્યાં ઓછું છે ?
તે આપેલી દરેક પળનું ઋણ ચૂકવવાનું બાકી છે મારામાં,
ઘણું મેળવ્યું, પણ તારા વિના હજુ અધૂરપ લાગે છે,
રાહ છે એ સમયની જ્યારે તું પણ ભળે સંપૂર્ણ મારામાં !!!
#કેપ્ટન @શ્યામ
#શૂન્ય