#શૂન્ય
બંગલા નો ઉપર નો ભાગ ભાડે આપવાનો હતો. પરંતુ સવિતા માસી જાણે આખો બંગલો ભાડે આપવાનો હોય એવી રીતે દંપતિ ને બંગલાનો ખૂણે ખૂણો બતાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા, " ચિરાગ ના પપ્પા એ આ બંગલો બનાવવામાં ખૂબ મહેનત કરેલી. ગામડે થી શહેર આવ્યા ત્યારે કશું જ નહોતું. બધુ જ શુન્ય માંથી સર્જન કર્યું. જ્યારે ભોગવવાનું આવ્યું ત્યારે સ્વર્ગે સિધાવ્યા. ચિરાગ વિદેશમાં સ્થાયી થયો છે. મારે એકલાને આખા બંગલામાં કંઈ થોડું આળોટવાનું છે ? એમ કહેતા કહેતા એમનાં ગળામાં ડૂમો ભરાઇ ગયો.