મારી પાછળ શૂન્ય જો તારા નામનું લાગે
મૂલ્યવાન બની જાઉ હું જીવતર વ્હાલું લાગે
હથેળીમા મારા તારા નામનું કુમકુમ લાગે
શૂન્યમનસ્ક મન મોર બની થનગનવા લાગે
થીજી ગયેલા સપના પ્રવાહી બનવા લાગે
નિસ્તેજ આ જીવન ફરી ચેતનવંતુ લાગે
તારી હયાતી હરપલ મહેકવા લાગે
શૂન્યતાથી દૂર થઈ જીવંત શ્વાસો લાગે......
#શૂન્ય