શૂન્ય,
એવી સંખ્યા કે જેને એના હોવાપણાનો અહમ સ્હેજેય નહીં,
એ જાણે છે એના મૂલ્યને,
સમજે છે એના અસ્તિત્વના સત્વને,સત્યને,સાતત્યને.
તે નોતરે છે આપણને એના મૂલ્યાંકન માટે!!!
પોરસ ચડાવે છે ,
વિવશ કરે છે , વિહવળ પણ કરી નાખે છે,
બસ, આપણેજ એને મૂલવવામાં નિષ્ફળ જઈએ છીએ,
સાચું કહું,
એને તો એના સ્થાનની ખબર છે,
ક્યાં રહેવું! ક્યાં રહી પોતાનું મૂલ્ય વધારવું કે ઘટાડવું,
એ એની સ્થાનકિંમત પાક્કી સમજે છે...
આપણે સમજીએ છીએ ખરાં...???"
#શૂન્ય