તમે કહેવાનું રેવા દે ને ! તારા મોઢેથી બોલેલું "તું" વધારે ગમે છે
ઉભા રહેવા કિનારા ઘણા છે પણ તારી આંખોમાં ડૂબવું વધારે ગમે છે
તસ્વીરમાની તારી મુસ્કાનની કોઈ સરખામણી ન થાય
પણ તારા ચહેરાના હાવભાવ જોવા રૂબરૂ વધારે ગમે છે
તારી યાદોનો સથવારો કેટલો ગમી ગયો હશે મને !
મહેફિલમાં મૂંઝારો થાય અને એકલું વધારે ગમે છે.
- નિખાલસ
આ અધૂરી કવિતા ખુદ કવિના સ્વરમાં આખી સાંભળવા માટે 👇
https://youtu.be/z9vuwRPxFqw