ભાઈ બહેન આ નથી બે શબ્દ
આતો છે એક અતૂટ સંબંધ...
બહેન માટે એનો body gard છે એનો ભાઈ
અને ભાઈ માટે એની best friend છે એની બહેન
જીવન ના સૌથી પહેલા દુશ્મન હોય છે ભાઈ બહેન
અને સૌથી પહેલા મિત્ર પણ હોય છે એજ ભાઈ બહેન
એક બીજા સાથે જગડવું એમની આદત છે
એક બીજા ને બોલવું એમનો સ્વભાવ છે
ખુદ કરી લેશે એક બીજા ને મસ્તી અને હેરાન
પણ કોઈ ત્રીજો કરશે જો કરે હેરાન
અને જો આવું બન્યું
તો તો એ સામે વાળા નું આવી બન્યું
ભાઈ હંમેશા એવું જ માને છે
બહેન ના માત્ર બે કામ છે
એક તો ભાઈ ની ચાપલૂસી કરવું
અને ભાઈ ને ગંદી આદત થી દૂર રાખવું
ભાઈ જો બીમાર હોય તો સૌથી વધુ ચિંતા કરતી એ બહેન
અને ભાઈ માટે એની જાન પણ આપી દેતી એ બહેન
-princithakkar