Gujarati Quote in Poem by Thakkar Princi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલા સોના ચાંદી ની પાછળ ઘેલો હતો માણસ
આજે અનાજ શાકભાજી લેવા દોડી રહ્યો એ માણસ..
પહેલા ટોકીજો પાછળ ઘેલો બનેલો માણસ
આજે મહાભારત અને રામાયણ જોઈ રહ્યો માણસ
પહેલા ભાગ દોડ કરતો માણસ
આજે થોડી વાર શાંતિ થી બેસી શક્યો માણસ
પહેલા પૈસા નો લોભી હતો  માણસ
આજે દાન પુણ્ય કરતો માણસ
પહેલા મોંઘી હોટલો માં જમતો એ માણસ
આજે ઘર નું શુધ્ધ જમે છે માણસ
પહેલા બેફામ પ્રેટોલ ઉડાવતો અને પ્રદૂષણ કરતો માણસ
આજે પ્રેટોલ બચાવી અને પ્રદૂષણ મુક્ત કરતો માણસ
પહેલા એક બીજા ના પગ ખેંચી ને પાડતો માણસ
આજે એક બીજા ના હાથ પકડી ઉગારી રહ્યો એ માણસ
પહેલા લાખો રૂપિયા મંદિરો માં આપતો માણસ
આજે માણસ ની મદદ કરી રહ્યો એ માણસ
આવું બધું થયું પણ શું કામ??
આને કોરોના કહેવાય કે સતયુગ ની શરૂઆત

                        - princi thakkar

Gujarati Poem by Thakkar Princi : 111400882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now